મંદી આવે છે..પૈસા બચાવો, મોટી ખરીદી ટાળો

મંદી આવે છે..પૈસા બચાવો, મોટી ખરીદી ટાળો
એમેઝોનના વડા જોફ બેજોસની ચેતવણી
નવી દિલ્હી, તા. 19 : એમેઝોનના વડા જેફ બેજોસે જણાવ્યું હતું કે, આગામી સમયમાં મંદી આવી રહી છે એટલે લોકોએ પૈસા બચાવવા જોઈએ અને મોટી ખરીદીથી બચવું જોઈએ. જો કે, બેજોસે આ અનુરોધ અમેરિકાના પરિવારોને કર્યો હતો, પરંતુ તેમનું આ વિધાન દુનિયાભરમાં ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. કેમ કે, મોટા ભાગના દેશોની આર્થિક ગતિમાં ઘટાડો નોંધાયો છે.
બેજોસે અમેરિકાની ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, મારી લોકોને એ સલાહ છે કે, હમણા ખરીદીના જોખમ ઓછાં કરજો. રોકડને પાસે રાખો અને જુઓ કે શું થાય છે. જો તમે એક મોટા ક્રીનનું ટીવી ખરીદવાનું વિચારતા હો તો તમે રાહ જોઈ શકો છો. 
જેફ બેજોસે અમેરિકાની અર્થવ્યવસ્થા અંગે કહ્યું કે, તે ઘણી ધીમી ચાલી રહી છે. તમે અર્થવ્યવસ્થાના અનેક ક્ષેત્રોમાં છટણી જોઈ શકો છો. ઘરેલુ કરજ વધીને 16.5 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે અને અમેરિકનો પોતાની જરૂરતને પૂરી કરવા લોન પર નિર્ભર છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer