ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે આજે બીજી ટી20 માઉંટ મોઉંગાનુઇમાં પણ વરસાદની પૂરી શક્યતા

ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે આજે બીજી ટી20 માઉંટ મોઉંગાનુઇમાં પણ વરસાદની પૂરી શક્યતા
વેલિંગટન, તા. 19 : ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી20 શ્રેણીનો બીજો મુકાબલો માઉનટ માઉંગાનુઈમાં રવિવારે 20મી નવેમ્બરના રોજ થવાનો છે. આ મેચ માટે ટીમ ઇન્ડિયા વેલિંગટનથી ટોરંગા પહોંચી ચૂકી છે. ટોરંગા પહોંચ્યા બાદ ભારતીય ટીમ માઉન્ટ મોઉંગાનુઈ પહોંચશે. વરસાદના કારણે ટૂર્નામેન્ટનો પહેલો મેચ રમાયા વિના રદ થયો હતો ત્યારે હવે ચાહકોની નજર બીજા મેચ ઉપર છે. જો કે માઉટ માઉંગાનુઈનું હવામાન પણ ચાહકોની આશા ઉપર પાણી ફેરવી શકે છે. 
હકીકતમાં વર્તમાન સમયે માઉન્ટ માઉંગાનુઈમાં પણ વરસાદ થઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે રવિવારે વરસાદ પડવાની સંભાવના 89 ટકા છે જ્યારે રાત્રે વરસાદની શક્યતા 42 ટકા છે. જો કે ટાઇમના હિસાબે મેચ સાત વાગ્યે શરૂ થવાનો છે. જેના કારણે બીજો ટી20 મેચ પણ વરસાદની ભેંટ ચડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચેની ટી20 શ્રેણીનો અંતિમ મેચ નેપિયરમાં રમાવાનો છે. નેપિયરનું હવામાન વર્તમાન સમયે સાફ દેખાઈ રહ્યું છે. તેવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બન્ને ટીમને ટૂર્નામેન્ટમાં એક મેચ પૂરો રમવા મળશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer