ગુજરાત ક્રિકેટ ઍસો.ના પ્રમુખપદે ધનરાજ નથવાણી

ગુજરાત ક્રિકેટ ઍસો.ના પ્રમુખપદે ધનરાજ નથવાણી
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 19 : ગુજરાત ક્રિકેટ ઍસોસિએશન (જીસીએ)ના નવા પ્રમુખ તરીકે ધનરાજ નથવાણી નિમણૂંક કરવામાં આવી છે. જીસીએનું પ્રમુખપદ છેલ્લા ત્રણ વર્ષથી ખાલી હતું. આજે મળેલી 86મી વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખ તરીકે ધનરાજ નથવાણીની નિમણૂક કરવામાં આવી હતી. સાથે સુરતના હેમંત કોન્ટ્રાક્ટરની નવા ઉપપ્રમુખની પણ નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી વરેશ સિંહાની હાજરીમાં યોજાયેલી ચૂંટણી બિનહરીફ રહી હતી અને આ પ્રસંગે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.  ધનરાજ નથવાણી રિલાયન્સના પરિમલ નથવાણીના પુત્ર છે. ગુજરાત ક્રિકેટ ઍસોસિએશનની આજની બેઠક દરમિયાન ધનરાજ નથવાણીની સાથે નવી ટીમની રચના કરવામાં આવી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer