2050માં ભારત વિશ્વનું બીજું મોટું અર્થતંત્ર હશે : ગૌતમ અદાણી

નવી દિલ્હી, તા. 19 : એશિયાના સૌથી સમૃધ્ધ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આજે મુંબઇમાં આયોજીત એક પરિષદમાં કહ્યું હતું કે, ભારતને 1 લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનાવતાં 58 વર્ષ લાગ્યા, હવે એટલી રકમનું અર્થતંત્ર વધવામાં માત્ર 12થી 18 મહિનાનો સમય લાગશે અને ભારત 2050 સુધીમાં વિશ્વનું બીજા ક્રમનું અર્થતંત્ર થઇ જશે. અદાણી ગ્રુપના ચેરમેને મુંબઇમાં આયોજિત 21મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ એકાઉન્ટન્ટસને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ભારત 2050 સુધીમાં 30 લાખ કરોડ રૂપિયાની અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે. 2030 પહેલા ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બની જશે. તે જ સમયે, 2050 સુધીમાં, ભારત વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે આવતા દાયકા દરમિયાન દર 12-18 મહિનામાં તેના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટમાં ટ્રિલિયન ડોલર (1 લાખ કરોડ રૂપિયા) ઉમેરવાનું શરૂ કરશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer