ફલેમ થ્રોઅરથી યુક્રેનમાં બરબાદી

રશિયાએ ચલાવ્યું સૌથી ભયાનક હથિયાર
મોસ્કો, તા. 19 : રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ નવ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ યુક્રેનના ઘણા વિસ્તાર પૂરી રીતે તબાહ કરી દીધા છે. જો કે હજી સુધી જીત મળી શકી નથી.ખેરસોન જેવા વિસ્તારમાં ફરીથી યુક્રેનનો કબજો થઈ ચૂક્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે આગામી અમુક સમયમાં અમુક અન્ય જગ્યાઓ પણ રશિયાને છોડવી પડશે.તેવામાં હારના ડરથી રશિયા ઉગ્ર બની ચૂક્યું છે અને હવે યુક્રેન ઉપર સૌથી ઘાતક હથિયારોમાંથી એકનો ઉપયોગ કરવાથી પણ ચૂકી રહ્યું નથી. રશિયન રાષ્ટ્રપતિએ પોતાની પ્રાઈવેટ આર્મીમાં ખતરનાક હથિયારના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. આ હથિયારને પુઅર મેન ન્યુક્લિયર વેપનના નામે ઓળખવામાં આવે છે. જે ફલેમથ્રોઅર હથિયાર છે. આ હથિયારને સૈન્ય વાહનો અને દુશ્મનોના પૂર્ણ વિનાશ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ એટલી હદે ખતરનાક હથિયાર છે કે તેના બ્લાસ્ટથી આસપાસના હજાર ફૂટ સુધી આવતી તમામ વસ્તુઓ વરાળમાં બદલી જાય છે. આ બ્લાસ્ટથી સીધી ફેફસાને અસર થાય છે. કારણ કે તેનાથી તાપમાન ત્રણ હજાર ડિગ્રી સુધી પહોંચી જાય છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer