આતંકવાદ સામે એકસમાન દૃષ્ટિકોણની જરૂર : જયશંકર

નવી દિલ્હી, તા. 19 : વિદેશ પ્રધાન એસ જયશંકરે શનિવારે આતંકવાદ સામેની લડાઈ માટે એકસમાન અને મજબૂત દ્રષ્ટિકોણની તરફેણ કરી હતી અને રાષ્ટ્રોને આ જોખમ સામે રાજનીતિક મતભેદોથી આગળ આવવાનો આગ્રહ કર્યો હતો. આતંકવાદને આર્થિક સહાયના વિરોધમાં આયોજીત નો મની ફોર ટેરર સંમેલનને સંબોધિત કરતા જયશંકરે કહ્યું હતું કે, છેલ્લા અમુક વર્ષમાં આતંકવાદથી ઉત્પન્ન જોખમના સ્તર અને તીવ્રતામાં વૃદ્ધિ થઈ છે. કારણ કે અમુક રાષ્ટ્રોમાં આતંકવાદને પોતાની રાજ્ય નીતિના સાધન તરીકે ઉપયોગ કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer