કો-અૉપ. બૅન્ક સ્કેમ : અજિત પવાર સાથે સંકળાયેલી કંપનીઓની તપાસની માગણી

મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્ર 
સ્ટેટ કો-ઓપરેટીવ બૅન્ક (એમએસસીબી) સ્કેમમાં રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા અજીત પવાર અને તેમના ભત્રીજા વિધાનસભ્ય રોહિત પવાર સાથે સંકળાયેલી કંપનીઓની તપાસ કરવાની પરવાનગી મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વીંગ (ઈઓડબ્લ્યુ) એટલે કે આર્થિક ગુના શાખાએ માગણી કરી છે અને જણાવ્યું છે કે આ કંપનીઓએ શંકાસ્પદ સોદાઓ દ્વારા લિલામના માધ્યમથી માંદી ખાંડ મિલોને હસ્તગત કરી છે. એજન્સીએ ક્લોઝર રિપોર્ટ દાખલ ર્ક્યાના બે વર્ષ બાદ આ હિલચાલ થઈ છે. આ ક્લોઝર રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, લિલામમાં કોઈ ગેરરીતિ આચરવામાં આવી નહોતી. ત્યારે એમવીએ સરકાર સત્તામાં હતી.આ બાબતમાં વધુ તપાસ કરવા ઈઓડબ્લ્યુને કોર્ટની મંજુરીની જરૂર છે. તાજેતરમાં ખાસ અદાલતને લેખિત નિવેદનમાં એજન્સીએ જણાવ્યું હતું કે, તે અન્ય કેટલાક સોદાઓની સાથે સાથે પવાર ચાચા-ભત્રીજાના કેટલાક શંકસ્પદ સોદાઓની વધુ તપાસ કરવા માંગે છે. આ સ્કેમ સાથે સંકળાયેલા મની લોન્ડરીંગના કેસની ઈડી દ્વારા કરાયેલી તપાસનો એજન્સીએ ઉલ્લેખ ર્ક્યો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer