ભાયખલા પ્રાણી સંગ્રહાલયમાં સાત માસમાં ત્રણ પેંગ્વિનનો જન્મ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : ભાયખલાસ્થિત વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન (પ્રાણી સંગ્રહાલય)માં છેલ્લા સાત માસમાં ત્રણ હમ્બોલ્ટ પેંગ્વિનનો જન્મ થયો છે. બરાબર આજના દિવસે એટલે કે 19મી નવેમ્બર, 1862ના દિને લેડી કેથરિન ફ્રેઅરે આ પ્રાણી સંગ્રહાલયનું લોકાર્પણ કર્યું હતું.
બે નર પેંગ્વિન ગત બીજી અને 26મી એપ્રિલે અને એક માદા પેંગ્વિન ગત નવમી અૉગસ્ટે જન્મી હતી. ડોનાલ્ડ અને ડેઇઝીએ ફ્લૅશ અને એલેક્સા નામના પેંગ્વિનને તેમ જ મોલ્ટ અને ફ્લીપરએ બિન્ગોને જન્મ આપ્યો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer