ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનન્સે ઓછાં નાણાં ઊભાં કર્યાં

મુંબઈ, તા. 19 : એનબીએફસી કંપની ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનાન્સએ જાહેર ભરણાં દ્વારા ઇસ્યૂ સાઇઝ કરતાં ઓછાં નાણાં ઊભાં કર્યાં છે.
કંપનીએ જાહેર ભરણાંમાં 3.04 કરોડ ઇક્વિટી શૅર અૉફર કર્યા હતા એની સામે 2.12 કરોડ શૅર માટે બીડ્સ મળી છે. કંપની ભરણાં દ્વારા રૂા. 1960 કરોડ એકત્ર કરવાની હતી. એના બદલે રૂા. 1588.50 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે. આ રકમ ઇસ્યૂ સાઇઝના 81 ટકા જેટલી છે.
કંપનીનું ભરણું 11 નવેમ્બરે બંધ થયું હતું. કંપનીનું ભરણું 70 ટકા ભરાયું હતું. ક્યુઆઈબી પોર્શનનું ભરણું 1.77 ગણુ ભરાયું હતું જ્યારે નોન ઇન્સ્ટિટયુશનલ ઇન્વેસ્ટરોના પોર્શનનું ભરણું 61 ટકા અને રિટેલ ઇન્વેટરોના પોર્શનનું ભરણું માત્ર 11 ટકા ભરાયું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer