ગોખલે બ્રિજ બંધ થયા બાદ મેટ્રો-વનમાં પ્રવાસીઓ વધ્યા

મુંબઈ, તા. 19 : અંધેરીના ગોખલે બ્રિજને 3 નવેમ્બરના બંધ કરવામાં આવ્યા બાદ મેટ્રો-વનમાં પ્રવાસીઓની સંખ્યા 
વધી ગઈ હતી. છેલ્લાં બે સપ્તાહમાં 40 હજાર જેટલા પ્રવાસીઓએ મેટ્રો-વનનો વિકલ્પ પસંદ કર્યો હતો.
ગોખલે બ્રિજ બંધ થયો તે પહેલાં મેટ્રો-વનમાં દરરોજ અંદાજે 3.40 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા. હાલ આ પ્રવાસીઓની સંખ્યા વધીને 3.80 લાખ થઈ ગઈ છે. મેટ્રો-વન ઉપરાંત બ્રિજ બંધ થયા બાદ વૈકલ્પિક માર્ગો પર પણ ટ્રાફિક વધી ગયો છે.
જોકે, પ્રવાસીઓની આ સંખ્યા વધવા પાછળનું એક કારણ દિવાળી સિઝન પૂરી થઈ ગઈ હોવાનું પણ હોઈ શકે છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રવાસીઓ મેટ્રો-વનમાં વધારાના બે કમ્પાર્ટમેન્ટને જોડવાની માગણી કરી રહ્યા છે.
`આ મેટ્રો રૂટ પર કમ્પાર્ટમેન્ટની સંખ્યા વધારવા સામે એમએમઓપીએલ સહિતના સત્તાવાળાઓને લેખિતમાં રજૂઆત કરી છે' એમ લોખંડવાલા ઓશિવારા સિટિજન્સ ઍસો.ના સહસ્થાપક કરણ જોતવાનીએ જણાવ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer