પેસેન્જર વાહનોની નિકાસ 14 ટકા વધી

મુંબઈ, તા. 19 : અૉટોમોબાઇલ સેક્ટરમાં વાહનોનાં સ્થાનિક વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. નિકાસમાં વૃદ્ધિદર ધીમો રહ્યો છે. સોસાયટી અૉફ ઇન્ડિયન અૉટોમોબાઇલ મેન્યુફેકચરર્સ (એસઆઈએએમ)ના રિપોર્ટ મુજબ એપ્રિલ-અૉક્ટોબર 2022 દરમિયાન સાત મહિનાના સમયગાળામાં પેસેન્જર વાહનોની નિકાસ 14 ટકા વધીને 3,68,513 નંગ થઈ છે જે ગયા વર્ષે આ સમયગાળામાં 3,24,300 નંગ થઈ હતી.
કારની નિકાસ 2,08,888 નંગથી 12 ટકા વધીને 2,34,745 નંગ અને યુટિલિટી વાહનોની નિકાસ 1,14,219 નંગથી 16 ટકા વધીને 1,33,177 નંગ થઈ છે જ્યારે વેનની નિકાસ 1193 નંગથી 50 ટકા ઘટીને 591 નંગ થઈ છે.
ટુ વ્હીલરની નિકાસમાં 9 ટકાનો ઘટાડો
સોસાયટી અૉફ ઇન્ડિયન અૉટોમોબાઇલ મેન્યુફેકચરર્સના રિપોર્ટ મુજબ એપ્રિલ-અૉક્ટોબર 2022 દરમિયાન સાત મહિનાના સમયગાળામાં ટુ વ્હીલરની નિકાસ 9 ટકા ઘટીને 23,92,164 નંગ થઈ છે જે ગયા વર્ષે આ સમયગાળામાં 26,19,406 નંગ થઈ હતી. સ્કૂટરની નિકાસ 2,24,193 નંગથી 15 ટકા વધીને 2,57,775 નંગ થઈ છે. જ્યારે મોટરસાઈકલની નિકાસ 23,87,679 નંગથી 11 ટકા ઘટીને 21,32,607 નંગ અને મોપેડની નિકાસ 7534 નંગથી 76 ટકા ઘટીને 1782 નંગ થઈ છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer