સેન્સેક્ષમાં તાતા મોટર્સનો સમાવેશ કરાશે : ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝને ડ્રોપ કરાશે

મુંબઈ, તા. 19 : એશિયા ઇન્ડેક્સ પ્રાઇવેટ લિમિટેડએ એસઍન્ડપી બીએસઈ ઇન્ડાઇસીસમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. સેન્સેક્ષમાં તાતા મોટર્સનો ઉમેરો કરવામાં આવશે જ્યારે ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝને ડ્રોપ કરવામાં આવશે. આ ફેરફાર 19 ડિસેમ્બર 2022થી બજારનો ટ્રેડિંગનો સમય પૂરો થયા પછી અમલી બનશે.
એસઍન્ડપી બીએસઈ 100, એસઍન્ડપી બીએસઈ સેન્સેક્ષ નેકસ્ટ 50 ઇન્ડાઇસીસમાંથી અદાણી ટોટલ ગૅસ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશનના શૅરને દૂર કરવામાં આવશે જ્યારે અદાણી પાવર અને ઇન્ડિયન હૉટેલ્સ કંપનીના શૅરનો ઉમેરો કરવામાં આવશે.
એસઍન્ડપી બીએસઈ સેન્સેક્ષ-50 અને એસઍન્ડપી બીએસઈ બૅન્કેક્સમાં કાંઈ જ ફેરફાર કરવામાં નથી આવ્યો.
તાતા મોટર્સમાં રોકાણ વધશે
તાતા મોટર્સનો એસઍન્ડપી સેન્સેક્ષ 30મા સમાવેશ થવાથી કંપનીના શૅરની ખરીદી માટે 15 કરોડ ડૉલર જેટલો ઇનફ્લો વધવાની શક્યતા છે જ્યારે ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝના શૅરમાં 11.30 કરોડ ડૉલરનો આઉટફ્લો થવાની ગણતરી છે.
જે એસીવ ફન્ડ્સ સેન્સેક્ષને ટ્રેક કરે છે એમનું રોકાણ તાતા મોટર્સમાં વધશે જ્યારે ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝમાં ઘટશે. ઇટીએફ અને ઇન્ડેક્સ ફન્ડ્સ પાસે કુલ રૂા. 10,000 કરોડ જેટલું ભંડોળ છે. આ ફન્ડ્સ મુખ્યત્વે સેન્સેક્ષમાં સમાવિષ્ટ કંપનીઓમાં રોકાણ કરે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer