શ્રદ્ધા હત્યા કેસ : પિયર છોડી ગયેલી મહિલાને સહાય અને સલામતી આપવા મહિલા પંચને આદેશ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : લીવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલમાંના આફતાબ પૂનાવાલા દ્વારા તેની પ્રેમિકા શ્રદ્ધા વાલકરની હત્યાના આખા દેશમાં તીવ્ર પ્રત્યાઘાત પડયા છે. તેની નોંધ લઈને મહારાષ્ટ્રના મહિલા-બાળ કલ્યાણ ખાતાના પ્રધાન મંગલપ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આફતાબ પૂનાવાલાએ તેની પ્રેમિકા શ્રદ્ધા વાલકરની કરેલી હત્યાના પ્રકરણની ગંભીર નોંધ લીધી છે. રાજ્ય સરકારે મહિલા પંચને આદેશ આપ્યો છે કે 18 વર્ષથી ઉપરની ઘણી યુવતીઓ પોતાના પસંદગીના પાત્ર સાથે લગ્ન કરે કે લીવ-ઇન-રિલેશનશિપમાં રહેવા જાય પછી તેઓને પિયરિયા સાથેનો સંપર્ક કપાઈ જાય છે. પિયરિયા તરફથી મદદ પણ મળતી બંધ થઈ જાય છે. તેથી મહિલા પંચએ એક ખાસ ટુકડી બનાવવી જોઈએ. 
આ ટુકડી આ પ્રકારે પિયર છોડી ગયેલી મહિલાઓની વિગતો એકઠી કરશે. તેઓને સહાય અથવા રક્ષણની જરૂર હોય તો તેની વ્યવસ્થા પણ કરશે એમ લોઢાએ ઉમેર્યું હતું.
આફતાબ પૂનાવાલાએ તેની સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેતી શ્રદ્ધા વાલકર નામની મહિલાના 35 ટુકડા કર્યા હતા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer