શિવસેનાની આંતરિક લડાઈ `િપતાજી'' સુધી પહોંચી

શિવસેનાની આંતરિક લડાઈ `િપતાજી'' સુધી પહોંચી
વિદ્રોહી શિંદેએ શિવસેના (બાળાસાહેબ) જૂથની જાહેરાત કરતા ઉદ્ધવ ઠાકરે આક્રમક
મુંબઈ, તા. 25  : શિવસેનાની આંતરિક લડાઇ હવે પિતાજી સુધી પહોંચી છે. મહારાષ્ટ્રની આઘાડી સરકારમાં પ્રધાન એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના વિદ્રોહી વિધાનસભ્યાએઁ ગુવાહાટીની હૉટેલમાં ધામા નાખ્યા છે તેથી રાજ્ય સરકારને બચાવવા ઉપરાંત મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે શિવસેનાને બચાવવાનો પણ મોટો પડકાર છે. વિદ્રોહી પ્રધાનો અને વિધાનસભ્યોએ નવી શિવસેના (બાળાસાહેબ ઠાકરે) બનાવવાનો ઇરાદો સ્પષ્ટ કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ આજે શિવસેનાની રાષ્ટ્રીય કારોબારીની બેઠક બોલાવી વિદ્રોહીઓને પોતાના પિતા (બાળાસાહેબ ઠાકરે)નું નામ નોખાં રાજકીય ચોકામાં ન વાપરવાની ચેતવણી આપવા સાથે જ શિંદે જૂથને પડકાર ફેંક્યો હતો કે તમે તમારા પિતાજીના નામે મત મેળવીને ચૂંટાઓ.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer