વડોદરામાં શુક્રવારે રાત્રે ફડણવીસ અને શિંદે મળ્યા?

વડોદરામાં શુક્રવારે રાત્રે ફડણવીસ અને શિંદે મળ્યા?
અમિત શાહની હાજરીમાં
મુંબઈ, તા. 25 : કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં વડોદરામાં ભાજપના આગેવાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે વચ્ચે ગઈ કાલે રાત્રે બેઠક યોજાઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર એકનાથ શિંદે શુક્રવારે રાત્રે ગુવાહાટીથી વડોદરા પ્રાઈવેટ જેટ મારફતે જવા રવાના થયા હતા. આ મુલાકાત પછી તેઓ આજે સવારે 6.45 વાગ્યે ગુવાહાટી પાછા ફર્યા હતા. બીજી તરફ ફડણવીસ રાત્રે 10.30 વાગ્યે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યા હતા. ગૃહપ્રધાન અમિત શાહ પણ શુક્રવારે રાતથી શનિવાર સુધી વડોદરાના સર્કિટ હાઉસમાં જ હતા. જોકે ફડણવીસ અને શિંદે વચ્ચેની મુલાકાત સમયે અમિત શાહ હાજર હતા કે કેમ તે સ્પષ્ટ થયું નથી.
મહારાષ્ટ્રમાં શિવસેનામાં થયેલા બળવાને પગલે વડોદરામાં ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચેની બેઠકને ખાસ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer