અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : શિવસેનાના અમુક બળવાખોર વિધાનસભ્યોની અૉફિસોમાં તોડફોડ કરાઈ હોવાના અહેવાલો વચ્ચે અમરાવતીનાં અપક્ષ સાંસદ નવનીત રાણાએ શનિવારે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાદવાની માગણી કરી હતી.
એક વીડિયો મેસેજમાં નવનીત રાણાએ કહ્યું હતું કે જે વિધાનસભ્યો મૂળ શિવસેના સાથે ગયા છે એ વિધાનસભ્યોના પરિવારની સલામતી માટે હું કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહને વિનંતી કરું છું. એકનાથ શિંગેની શિવસેના ઓરિજિનલ શિવસેના છે.
નવનીત રાણા અને તેમના વિધાનસભ્ય પતિ રવિ રાણા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના આકરાં આલોચક છે. રાણા દંપત્તીએ એપ્રિલમાં ઠાકરેના કાનગી નિવાસસ્થાન માતોશ્રીની પબહાર હનુમાન ચાલીસાના પઠનની યોજના બનાવી હતી અને પોલીસે તેમની ધરપકડ સુદ્ધા કરી હતી.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદો : નવનીત રાણા
