થાણે, તા. 25 (પીટીઆઇ) : વિદ્રોહી નેતા એકનાથ શિંદેના સમર્થકો શનિવારે તેમના ઘરની બહાર ભેગા થયા હતા. બાળાસાહેબ ઠાકરે અને આનંદ દીઘેના નામની નારેબાજી કરીને તેઓ શિંદેની પડખે ઊભા રહ્યા હોવાનું જણાવ્યું હતું.
બળવા જૂથે શિવસેના સમક્ષ માગણી કરી હતી કે કૉંગ્રેસ એનસીપીનો સાથ છોડી શિવસેના ભાજપની સાથે સત્તામાં
ફરી આવે.
કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદેએ જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડીની સરકારમાં સામાન્ય કાર્યકરોએ ખૂબ જ સહન કર્યું છે. શિવસેનાના વિધાનસભ્યો સાથે હંમેશાં અન્યાય થયો હતો. ભંડોળ સમયસર મળ્યું નહીં અને ઓછું ફાળવાયું હતું. પક્ષ તેમ જ કાર્યકરોને ન્યાય અપાવવા એકનાથ શિંદે લડત લડી રહ્યા છે અને અમે તેમની સાથે છીએ.
સમર્થકો શિંદેના ઘર પાસે ભેગા થયા
