વિદ્રોહીઓની અૉફિસોએ કડક બંદોબસ્ત
મુંબઈ, તા. 25 : એકનાથ શિંદેની બગાવત બાદથી શિવસેનાના કાર્યકર્તાઓમાં વધી રહેલા આક્રોશને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે શહેરમાં જુદા જુદા રાજકીય પક્ષો અને નેતાઓના કાર્યાલયો અને તેમના ઘરની બહાર પોલીસ બળ તહેનાત કર્યું છે. અધિકારીએ શનિવારે આ અંગે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રધાનો, વિધાનસભ્યો અને સાંસદોના કાર્યાલયો અને ઘર ઉપર પોલીસ દળ તહેનાત કરાયું છે. તેમણે જણાવ્યું હતું કે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેયની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં સતર્ક રહેવા અને સુરક્ષા વધારવાના નિર્દેશ અપાયા છે.