ગુજરાત એટીએસે મુંબઈથી સેતલવાડની ધરપકડ કરી

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 25 : આ ફરિયાદ મુજબ, ગુજરાતના રમખાણોની તપાસ માટે રચવામાં આવેલી એસઆઈટી (ખાસ તપાસ દળ), ટ્રાયલ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સામે ખોટા પુરાવા મૂકવા અને ભ્રમિત થાય તેવી સ્થિતિનું નિર્માણ તેમણે કર્યું હતું. આ સંદર્ભમાં તેમના દ્વારા મૂકવામાં આવેલા દસ્તાવેજો દર્શાવે છે કે, આ એક પૂર્વયોજિત કાવતરું હતું. જેથી આ તમામ આરોપીઓ સામે આઈપીસી 468, 471, 194, 211, 218 અને 120 બી અનુસાર કાર્યવાહી કરવામાં આવે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર મામલે અત્યંત ગુપ્તતા રાખી અને તિસ્તા સેતલવાડની ધરપકડ કરવા એક ટીમને વહેલી સવારે જ મુંબઈ રવાના કરી દેવામાં આવી હતી. બીજી તરફ પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારને આ મામલે પોતાનું નિવેદન નોંધવા ક્રાઈમ બ્રાન્ચ આવવા સમન્સ મોકલવામાં આવતાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ તેમની સામે નોંધવામાં આવેલી ફરિયાદ અંગે તેમને જાણકારી આપી અને તેમની ધરપકડ કરી હતી. 
મહત્ત્વનું છે કે, મુંબઈ પહોંચેલી ગુજરાત એટીએસએ તિસ્તા સેતલવાડની અટકાયત કરી તેમને તેમના નિવાસસ્થાન નજીક આવેલા સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગુજરાત એટીએસના અધિકારીઓ દ્વારા સેતલવાડની ધરપકડ કરવામાં આવી હોવાની નોંધ પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવી હતી. ત્યાંથી રવાના થયેલી ટીમ મોડી રાત્રે અમદાવાદ પહોંચે તેવી સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કસ્ટોડિયલ ડેથના મામલે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને સજા થતાં હાલમાં તેઓ પાલનપુર જેલમાં સજા ભોગવી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ તેમની ગમે તે ક્ષણે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer