શિંદે પ્રત્યે સહાનુભૂતિ : આઠવલે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 25 : કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ શનિવારે કહ્યું હતું. શિવસેનાના બે તૃત્યાંશ વિધાનસભ્યો બળવાખોર નેતા એકનાથ શિંદે સાથે હોવાથી મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર પાસે હવે બહુમતિ રહી નથી. 
મહારાષ્ટ્રમાં ભાજપના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથેની માટિંગ બાદ રામદાસ આઠવલે પત્રકારો સાથે સંવાદ કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ફડણવીસે મને એમ કહ્યું હતું કે આ બળવાખોરીમાં ભાજપની કોઈ ભૂમિકા નથી. તેમણે મને એમ પણ કહ્યું હતું કે, ભાજપે બળવાખોરીની શરૂઆત કરાવી નથી કે પછી એને ભાજપનો ટેકો પણ નથી. ભાજપે વેઈટ ઍન્ડ વૉચનું વલણ અપનાવ્યું છે. 
ફડણવીસે મને એમ પણ કહ્યું હતું કે, શિવસેનાના કાર્યકરોએ બળવાખોર વિધાનસભ્યોને ધમકી આપવી ન જોઈએ. શિવસેનાના કાર્યકરો દાદાગિરી કરશે તો અમે પણ આવો જવાબ આપી શકીએ છીએ. એકનાથ શિંદે પ્રત્યે મને સહાનુભૂતિ છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer