મુંબઈ, તા. 25: મુંબઈમાંથી શનિવારે કોરોનાના 840 નવા કેસ મળ્યા હતા. એ સાથે મુંબઈમાંથી અત્યાર સુધી કોરોનાના કુલ 11,04,600 કેસ મળ્યા છે. પાલિકાએ કહ્યું હતું આઈસીએમઆરનું પોર્ટલ કામ કરતું ન હોવાથી શનિવારે ઓછા કેસ નોંધાયા છે.
મુંબઈમાં અત્યારે કુલ 12,043 કોરોનાગ્રસ્તો સારવાર હેઠળ છે. શનિવારે જે નવા દરદી મળ્યાં હતાં, એમાંથી 92 દરદીને હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.
શુક્રવારે મુંબઈમાંથી 1898 અને ગુરુવારે 2479 નવા દરદી મળેલાં.
છેલ્લાં 24 કલાકમાં ત્રણ કોરોનાગ્રસ્તનું મૃત્યુ થયા હતા. મહારાષ્ટ્રમાં શનિવારે નવા 1728 કેસ અને ચારનાં મૃત્યુ નોંધાયા હતા.