ઓસ્લોમાં અંધાધૂંધ ગોળીબાર : બેનાં મૃત્યુ

ઓસ્લો, તા. 25 : નોર્વેની રાજધાની ઓસ્લો સ્થિત એક ગે બારમાં શનિવારે થયેલા ગોળીબારમાં બે લોકોનાં મોત થઈ ગયાં હતાં, તો અન્ય 14 ઘાયલ થયા હતા.
લંડન ગે બાર નાઈટ ક્લબની અંદર તેમજ બહાર ગોળીબારથી ભયની સાથે ભાગદોડ મચી ગઈ હતી. નોર્વે પોલીસે એક સંદિગ્ધ હુમલાખોરની ધરપકડ કરી લેતાં તપાસ હાથ ધરી હતી.
આ હિંસક કૃત્ય આતંકવાદી હુમલો હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. ઘટના સ્થળ પરથી પોલીસે બંદૂક કબ્જે કરી હતી.
સ્થળ પર મોજુદ એક પત્રકારે જણાવ્યું હતું કે, બેગ સાથે આવેલા એક શખ્સે અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ઘાયલોમાંથી અનેક લોકોની હાલત ગંભીર હોવાથી મરણાંક હજુ વધવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer