કીવ, તા. 25 : રશિયાની સેના દ્વારા લગાતાર જારી હુમલા વચ્ચે યુરોપીય પરિષદે પીઠબળ પૂરું પાડતાં યુદ્ધગ્રસ્ત યુક્રેનને નવ અબજ યુરોની મદદ કરવાનું એલાન કર્યું હતું.
યુરોપીય પરિષદે શિખર સંમેલનમાં યુક્રેનને 578 અબજ 10 કરોડ 20?લાખ રૂપિયાની મદદ કરવાની ઘોષણા કરી હતી.
પોલેન્ડના વડાપ્રધાન માટુસ્જ મોરોવિએકીએ શિખર સંમેલન બાદ જાણકારી આપી હતી. યુક્રેનના તબીબો, સૈનિકો, પાલીસ જવાનોને પગાર ચૂકવવા સહિત હેતુઓ માટે આ સહાય કરાશે. દરમ્યાન યુક્રેનની સેનાએ રશિયાની સેના સામે મજબૂત લડત આપતા રૂસનું એક યુદ્ધ વિમાન તોડી પાડયું હતું.