નવી દિલ્હી, તા. 25 : ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ જાહેર ક્ષેત્રની ઈન્ડિયન ઓવરસીઝ બેન્કને 57.5 લાખ રૂપિયાનો દંડ કર્યો છે.
કેટલાક નિયત માપદંડો અને છેતરપિંડી સંબંધિત નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ આ કાર્યવાહી કરાઈ હતી.
ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક એટીએમ કાર્ડ?કલોનિંગ સાથે જોડાયેલા છેતરપિંડીના કેટલાક મામલાઓની જાણકારી આપવામાં નિષ્ફળ રહી હતી, તેવું રિઝર્વ બેન્કે જણાવ્યું હતું.
ભારતીય રિઝર્વ?બેન્ક (આરબીઆઈ)નાં નિવદેનમાં એવું પણ સ્પષ્ટ કરાયું હતું કે, આ કાર્યવાહીનો ગ્રાહકો સાથે કરાયેલી કોઈ પણ લેવડદેવડની સાથે સંબંધ નથી.