ફ્લૅટ ખરીદનાર સાથે 12 કરોડની ઠગાઈ અંગે બીલ્ડર પકડાયો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : ફ્લૅટ નોંધાવનાર 30 ગ્રાહકોને જગ્યાનો કબજો નહીં આપીને તેઓના 12 કરોડ રૂપિયા ડૂબાડનાર બીલ્ડર જયેશ શાહ (59)ની મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાએ ધરપકડ કરી છે. તેમને આજે અદાલતમાં રજૂ કરવામાં આવતા તેમને 27મી જૂન સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જયેશ શાહની કાંદિવલી સ્થિત અૉફિસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ઠગાઈ, વિશ્વાસઘાત અને નકલી દસ્તાવેજો બનાવવા જેવા આરોપો અને મહારાષ્ટ્ર ઓનરશિપ અૉફ ફ્લૅટ ઍક્ટની જોગવાઈ અનુસાર ધરપકડ કરવામાં આવી છે. તેમણે વર્ષ 2012માં ઓશિવારામાં બુક કરવામાં આવેલા 100 કરતા વધુ ફ્લૅટધારકો સાથે ઠગાઈ કરી હોવાની શંકા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer