`ખોટીરીતે પાર્કિંગનો ફોટો મોકલો અને રૂા. 500ની બક્ષિસ મેળવો''

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : રસ્તા પર ખોટી રીતે પાર્કિંગ કરાયેલા વાહનનો ફોટો મોકલવામાં આવશે તો એ વ્યક્તિને 500 રૂપિયાનું બક્ષિસ આપવામાં આવશે. સરકાર દ્વારા વહેલી તકે એવો કાયદો ઘડવાનું આયોજન કરી રહી છે. ઉપરાંત ખોટી રીતે પાર્કિંગ કરનારને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.
કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે રસ્તા પર ખોટી રીતે પાર્કિંગ કરનારાઓ પર અંકુશ લાવવા માટે સરકાર કાયદો ઘડવાનું વિચારી રહી છે. તેમણે હ્યું હતું કે અમે એવો કાયદો ઘડવાનો વિચાર કરી રહ્યા છીએ કે જેને લીધે એકાદ વ્યક્તિ રસ્તા પર ખોટી રીતે પાર્કિંગ કરવામાં આવેલા વાહનનો મોબાઈલ ફોન દ્વારા ફોટો પાડીને મોકલાવશે અને એને લીધે વાહનધારકને 1000 રૂા.નો દંડ થશે તો એ ફોટો મોકલાવનારી વ્યક્તિને 500 રૂપિયા મળશે. આથી પાર્કિંગની સમસ્યા દૂર થઈ શકશે, એવું તેમણે જણાવ્યું હતું. લોકો પોતાના વાહનો માટે પાર્કિંગની જગ્યા બનાવવાને બદલે રસ્તા પર ઊભા કરે છે એ બદલ તેમણે ખેદ વ્યક્ત ર્ક્યો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer