મુંબઈમાં સતત ચોથા દિવસે મળ્યા 2000થી વધુ કોરોના સંક્રમિતો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : મુંબઈમાં આજે કોરોનાના વધુ 2054 દરદી મળ્યાં હતાં અને 1743 દરદીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આજે 104 દરદીઓને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આજે 14,345 ટેસ્ટ સાથે અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા 1,73,72,791 થઈ છે. મુંબઈમાં આજે કોરોનાથી સંક્રમિત 90 વર્ષ અને 54 વર્ષના એમ બે દરદીઓના મૃત્યુ નીપજ્યા હતા. તેઓ બંને ડાયાબિટિસ અને બ્લડપ્રેસર જેવી સહવ્યાધિ (કો-મોર્બીડિટી)થી પીડાતા હતા. આ સાથે મુંબઈમાં કોરોનાને કારણે જાન ગુમાવનારાઓની સંખ્યા 19,582 ઉપર પહોંચી છે. મુંબઈમાં એક્ટિવ દરદીઓની સંખ્યા 13,613 છે.
મહારાષ્ટ્રમાંથી મળ્યા 3383 દરદીઓ
મહારાષ્ટ્ર આજે કોરોનાના 3883 નવા દરદી મળ્યાં હતાં અને 2082 દરદી સાજા થતાં તેઓને રજા આપવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં એક્ટિવ દરદીઓની સંખ્યા 22,828 ઉપર પહોંચી છે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં 3317 સંક્રમિતો
આજે થાણે જિલ્લામાં 57, થાણે શહેરમાં 318, નવી મુંબઈમાં 308, કલ્યાણ-ડોમ્બિવલીમાં 122, ઉલ્હાસનગરમાં 15, ભિવંડી-નિઝામપુરમાં પાંચ, મીરા-ભાઇંદરમાં 97, પાલઘરમાં 21, વસઈ-વિરારમાં 102, પનવેલમાં 118 અને રાયગઢમાં 100 નવા દરદીઓ મળ્યાં હતાં. મુંબઈ અને તેના આસપાસના નગરોમાં આજે કુલ 3317 દરદી મળ્યાં છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer