સાયનમાં ઇમારતમાં આવેલા ગેરેજ ઉપર કેરોસીન બોટલ ફેંકાઈ

મુંબઈ, તા. 18 : સાયન (પશ્ચિમ)માં સાયન સર્કલ પાસે આવેલી સૂર્યા સદન ઇમારત ઉપર અજ્ઞાત શખસે 18મી જૂને વહેલી સવારે 12.30 વાગ્યે ગેસ પાઇપલાઇન અને લિફટ નજીકના ગેરેજ પાસે કેરોસીન કે પેટ્રોલની બોટલ ફેંકી હતી. જેને પગલે ત્યાં આગ લાગી હતી. આરએનકે મોટર્સ નામના ગેરેજના શખસો સાથે પોલીસે આવીને વાતચીત કરીને માહિતી ભેગી કરી હતી અને અહીં મૂકાયેલા સીસીટીવી ફુટેજ જોયા હતા. આરએનકે મોટર્સ સાથે થયેલા વિવાદ બાદ કેટલાક શખસોએ ગેરેજ બાળી નાખવાના ઇરાદે કેરોસીન કે પેટ્રોલ ભરેલી બોટલ ફેંકી હતી. આ મામલે સાયન પોલીસે અજાણ્યા શખસો વિરુધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer