નવી દિલ્હી, તા. 18 : દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની જામીન અરજી સીબીઆઇની વિશેષ અદાલત દ્વારા ફગાવવામાં આવી છે. જૈનની મની લોન્ડરિંગ સંબંધિત એક મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. ઇડીએ આપના નેતા અને દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને મની લોન્ડરિંગની અપરાધિક ધરાઓ હેઠળ 30 મેના ધરપકડ કરી હતી. ઈડીએ આ પહેલા જૈન અને તેના નિયંત્રણની કંપનીની 4.81 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. આ સાથે જ રામ પ્રકાશ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર અંકુશ જૈન, વૈભવ જૈન, નવીન જૈન, યોગેશ જૈન વગેરેનાં સ્થળોએ દરોડા પાડયા હતા.