હાઇવે ઉપર તેલનું ટેન્કર પલટી : ખાદ્યતેલ લેવા ગ્રામવાસીઓની ભીડ

હાઇવે ઉપર તેલનું ટેન્કર પલટી : ખાદ્યતેલ લેવા ગ્રામવાસીઓની ભીડ
મુંબઈ, તા. 21 : મુંબઈ-અમદાવાદ હાઇવે ઉપર શનિવારે સવારે સિંગદાણા તેલનું ટેન્કર ઊંધું વળી ગયું હતું. આ અકસ્માતને પગલે મુંબઈ તરફ જતો વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આજુબાજુના ગ્રામવાસીઓ ખાદ્યતેલ ભરવા માટે ડબ્બા, હાંડી લઇને ભીડ જમા કરી હતી. કાસા પોલીસે ઘટનાસ્થળેથી ભીડને હટાવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
વાહન ઉપર કાબૂ ગુમાવી દેતાં ટેન્કર રસ્તા ઉપર જ ઊંધુ વળી ગયું હતું. સિંગદાણા તેલના ટેન્કરના ઇજાગ્રસ્ત ડ્રાઇવરને કાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer