નવી દિલ્હી, તા. 21 : ભારતમાં ઓમિક્રોનના પેટા પ્રકાર બીએ-4નો બીજો કેસ તામિલનાડુના ચેગ્ગલપટ્ટુમાં મળ્યો છે. પહેલો કેસ શુક્રવારે તેલંગણાના હૈદરાબાદમાં મળ્યો હતો, જે પછી આરોગ્ય ખાતું તેમના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ (શોધ) કરી રહી છે. બીજીબાજુ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2274 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 3 દર્દીઓનાં મૃત્યુ થયા છે. 2309 લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાંની સાથે 60 સક્રિય કેસ ઓછા થયા છે.
હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસ 13,652 છે. જો ગુરુવારના આંકડા તપાસમાં આવે તો કોરોનાના કેસમાં 1 ટાકાનો મામૂલી વધારો જોવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે કોરોનાનો નવો સ્ટ્રેન બીએ-2 જેવો જ છે. ઇન્ડિયન સાર્સ કોવિડ-2 જિનોમિક્સ કન્સોર્ટિયમે આ વાતને સમર્થન આપ્યું છે.
ઓમિક્રોનના નવા પ્રકારનો બીજો કેસ : દેશમાં કોરોનાના 24 કલાકમાં 2274 નવા સંક્રમિતો
