એનએસઇ કો લોકેશન કૌભાંડ : શૅરબ્રોકરોને ત્યાં સીબીઆઇનું સર્ચ

નવી દિલ્હી, તા.21: ગાંધીનગર, દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ અને કોલકાતા જેવા શહેરોમાં કામકાજ કરતા શેરબ્રોકરોના 12 જેટલા ઠેકાણા પર સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન દ્વારા શનિવારે સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેંજના કો લોકેશન કૌભાંડ અંતર્ગત આ કાર્યવાહી થઇ હતી.
સીબીઆઇના સૂત્રોએ કહ્યું કે, એનએસઇના પૂર્વ સીઇઓ અને એમડી ચિત્રા રામક્રિષ્ના અને તેના ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણિયન સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. 2010થી 2015ના વર્ષોમાં સેકન્ડરી કો લોકેશન પીઓપી સર્વર દ્વારા બ્રોકરોને અપાતું હતું. તેનાથી ફ્યુચર અને ઓપ્શનમાં જે ભાવ આવે તે શેરના ભાવની ખબર અન્ય લોકોની તુલનાએ વહેલી ખબર પડી જતી હતી પરિણામે જેતે બ્રોકરોએ કરોડો કમાઇ લીધા હતા. એનાથી એનએસઇના ડિમ્યુચ્યુલાઇઝેશન અને પારદર્શિતા આધારિત માળખાનું ઉલ્લંઘન થતું હતું.
ચિત્રા રામકૃષ્ણ પૂર્વ સીઇઓ રવિ નારાયણના સ્થાને આવ્યા હતા. ચિત્રા આવ્યા તે વખતથી સુબ્રમણ્યમ એડવાઇઝર તરીકે રખાયા હતા અને વર્ષે રૂ. 4.21 કરોડનો પગાર ચૂકવાતો હતો. તેની નિમણૂકનો પણ એ સમયે વિવાદ થયો હતો. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer