નવી દિલ્હી, તા.21 : રુ.13000 કરોડના પીએનબી કૌભાંડમાં ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને ડોમિનિકા સરકારે મોટી રાહત આપતાં દેશમાં ગેરકાયદે પ્રવેશનો કેસ પાછો ખેંચી લીધો છે.
ચોકસીએ એન્ટિગુઆ પોલીસને આપેલી એક ફરિયાદમાં દાવો કર્યો હતો કે તે એક એન્ટિગુઅન નાગરિક હતો અને તેને પોતાની મરજી વિરુદ્ધ બળજબરીથી ડોમિનિકા લાવવામાં આવ્યો હતો. કાનૂની લડતમાં ચોકસી એ બાબત સાબિત કરવામાં સફળ રહ્યો છે કે તેનું એન્ટિગુઆ અને બારબુડાથી અપહરણ કરીને ડોમિનિકા લાવવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જણાવાયું કે મેહુલ ચોકસી ગત વર્ષ મે માં એન્ટિગુઆથી લાપત્તા બન્યો હતો. બાદમાં તે ડોમિનિકામાં ઝડપાયા બાદ તેના પર ગેરકાયદે ઘૂસણખોરીનો કેસ નોંધાયો હતો.