40 કલાકમાં 23 બેઠક; ભારતીય સમુદાયને સંબોધન અને ત્રણ વૈશ્વિક નેતા સાથે મુલાકાત

જાપાનમાં ક્વાડ સમિટમાં મોદીનો કાર્યક્રમ
નવી દિલ્હી, તા. 21 : ક્વાડ સમિટમાં ભાગ લેવા જાપાન જઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની પૂરી વિગત સામે આવી ચૂકી છે. વડાપ્રધાન અંદાજીત 40 કલાક જાપાનમાં રહેશે અને આ 40 મિનિટમાં પીએમ મોદી ત્રણ વૈશ્વિક નેતા સાથે દ્વીપક્ષિય મુલાકાતમાં 23 કાર્યક્રમમાં સામેલ થશે. આટલું જ નહી આ દરમિયાન પીએમ મોદી ભારતીય સમૂદાયના લોકોને પણ સંબોધન કરવાના છે. 24 મેના રોજ ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેવા ટોકયો જોઈ રહેલા પીએમ મોદી અમેરિકી પ્રમુખ જો બાઈડેન, ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થની અલ્બનીઝ અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરશે. 
મોદીની જાપાન યાત્રાને લઈને વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું હતું કે ટોક્યોમાં મોદી અને તેમના જાપાની સમકક્ષ ફુમિયો કિશિદા વેપાર અને રોકાણ ઉપરાંત સ્વચ્છ ઉર્જા, પૂર્વોત્તરમાં સહયોગ સહિતના દ્વીપક્ષિય આર્થિક સહયોગ અંગે ચર્ચા કરશે. વડાપ્રધાન મોદી પોતાની યાત્રા દરમિયાન 30થી વધારે જાપાની સીઈઓ સાથે પણ મુલાકાત કરવાના છે. 
મોદીની યાત્રાને લઈને વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું છે કે જાપાનના વડાપ્રધાન કિશિદાના નિમંત્રણ ઉપર પીએમ મોદી 24મેના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ સાથે ટોક્યોમાં આયોજીત થનારા ત્રીજા ક્વાડ લિડર્સ સમિટમાં ભાગ લેશે. જેમાં વૈશ્વિક નેતાઓ સાથે ભારતના પડકારો અને અન્ય વૈશ્વિક મુદ્દાઓ ઉપર વિચાર વિમર્શ કરવામાં આવશે. આ ઉપરાંત ક્વાડ ફ્રેમવર્ક હેઠળ અત્યારસુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે અને ભવિષ્યની યોજનાઓ ઉપર વાતચીત કરવામાં આવશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer