ઓમપ્રકાશ ચૌટાલા આવકથી વધુ સંપત્તિ મામલે દોષિત

નવી દિલ્હી, તા. 21: હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ઇન્ડિયન નેશનલ લોકદળના નેતા ઓમપ્રકાશ ચૌટાલાની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી નથી. આવકથી વધારે સંપત્તિના મામલામાં શનિવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ચૌટાલાને દોષિત ઠેરવ્યા છે. અદાલતમાં હવે 26મી મેના રોજ સજા ઉપર સુનાવણી કરવામાં આવશે. જાણકારી અનુસાર શનિવારે થયેલી સુનાવણીમાં ચૌટાલા કોર્ટરૂમમાં હાજર રહ્યા હતા. આ પહેલા 19મી મેના રોજ ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. આ મામલામાં સીબીઆઇએ 26 માર્ચ, 2010ના ચૌટાલા સામે આરોપપત્ર દાખલ કર્યું હતું. જેમાં 1993થી 2006 વચ્ચે કથિત રીતે આવક કરતા વધારે 6.09 કરોડ રૂપિયાની સંપત્તિ એકત્રિત કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer