નવી દિલ્હી, તા.21 : દિલ્હી પોલીસે હિંદુ કોલેજના પ્રોફેસર રતન લાલને હિંદુઓની ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના ઉદેશથી જ્ઞાનવાપી મસ્જિદ મામલે ફેસબુક પર વાંધાજનક ટિપ્પણી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. પ્રોફેસર લાલ પર બુધવારે કેસ નોંધાયો હતો.
પોલીસ અનુસાર આરોપી પ્રોફેસરની તેમના મૌરિસનગર સ્થિત સરકારી આવાસમાંથી ધરપકડ કરાઈ છે.