વિદેશ સેવા બદલાઈ એ ઘમંડ નહીં, આત્મવિશ્વાસ છે

રાહુલ ગાંધીને જયશંકરનો જવાબ 
નવી દિલ્હી, તા.21:  વિદેશ પ્રધાન એસ જયશંકરે અજાણ્યા યુરોપિયન અમલદારશાહના હવાલાથી ભારતીય વિદેશ સેવાને લઈને રાહુલ ગાંધીના ટિપ્પણીના સંબંધમાં શનિવારે ધારદાર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ હવાલો આપ્યો હતો કે, `ભારતીય વિદેશ સેવા બદલાઈ ગઈ છે અને અહંકારી થઈ ગઈ છે.'  કોંગ્રેસ નેતાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા જયશંકરે ટ્વીટ કર્યું કે ભારતીય વિદેશ સેવામાં ફેરફાર આત્મવિશ્વાસનું પ્રતાબિંબ છે.  હાં ભારતીય વિદેશ સેવા બદલાઈ ગઈ છે. તે સરકારના આદેશોનું પાલન કરે છે. તે બીજાના તર્કોનો વિરોધ કરે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer