હજુ સુધી કોઈની ધરપકડ નહીં
અમારા પ્રતિનિધિ તરફથી
ભાયંદર, તા. 21 : બળાત્કારનો ભોગ બનેલી 15 વર્ષની તરુણીની હાલત સ્થિર છે. 19 તારીખે કાંદિવલીની મેડિકલ અૉફિસરે લિખિતમાં તરુણીને એડમિટ કરવા કહ્યું હોવા છતાં પોલીસે તેને એડમિટ ન કરતા ઉત્તનના આશ્રમમાં મોકલી આપી હતી. જ્યાં તેણીને જમવાનું પણ આપવામાં આવ્યું ન હતું તેમ તરુણીએ તેની માતાને તેમ જ ડૉકટરને બતાવ્યું હતું.
ત્યારબાદ 20 તારીખે તેની તબિયત બગાડતા ફરી કાંદિવલી તરુણીની માતાથી છુપાવીને લઈ જવામાં આવી હતી, પરંતુ હૉસ્પિટલના અમુક ટેસ્ટ માટે માતાની મંજૂરી જરૂરી હોવાથી તેની સહી માટે તેને બોલાવવામાં આવી હતી.
તે વખતે કૉંગ્રેસની મહિલા જિલ્લા ઉપાધ્યક્ષ લૌરા ગોમ્સ સંજોગવશ તરુણીની માતા સાથે હતી જે તેની સાથે હૉસ્પિટલ ગઈ હતી અને ડૉકટર સાથે વાત કરતા આ ભાંડો ફૂટ્યો હતો.
આમ છતાં સાથે આવેલી મહિલા કોન્સ્ટેબલ તેને એડમિટ કરવા તૈયાર નહતી, જેને લૌરા ગોમસે એડમિટ કરાવી હતી. છેલ્લા ખબર મળવા સુધી હૉસ્પિટલમાં તરુણી હાલતમાં સુધાર છે, પરંતુ પોલીસે આ કેસમાં હજી કોઈની ધરપકડ કરી નથી.