ખાનગી કૉન્ટ્રેક્ટરો સાથે મિલિભગતનો આક્ષેપ
મુંબઈ, તા. 21 : બેસ્ટના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડમાં રૂા. 190 કરોડનું કૌભાંડ થયું હોવાનું તથા બેસ્ટના અધિકારીઓએ જ તે પચાવી પાડયા હોવાનો આક્ષેપ ભાજપના વિધાનસભ્ય યોગેશ સાગરે ર્ક્યો હતો.
આ અંગે તેમણે કેન્દ્રીય કામગાર અને શ્રમ ખાતાના પ્રધાન ભૂપેન્દ્ર યાદવને પત્ર લખીને ફરિયાદ કરી છે.
મુંબઈમાં જાહેર પરિવહનના કર્મચારી તથા સફાઈ કર્મચારીના અધિકારનાં નાણાં પચાવી પાડવાનું કામ પાલિકાના કેટલાક અધિકારી અને કોન્ટ્રેક્ટરો કરી રહ્યા છે. કામગારોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે.
ખાનગી કોન્ટ્રેક્ટરો સાથે મિલિભગત કરીને બેસ્ટના કર્મચારીઓના પીએફનાં નાણાં પચાવી પાડવામાં આવ્યાં છે.
આ કૌભાંડ પ્રકરણે પાલિકાના કમિશનર અને રાજ્ય સરકાર ગંભીર નથી. તેથી આ બાબતને ગંભીરતાથી લઈ તપાસ કરવી, એમ તેમણે પત્રમાં જણાવ્યું હતું.