રતલામમાં મુસ્લિમ હોવાની શંકાથી જૈન વૃદ્ધની મારપીટ સાથે હત્યા

ભાજપ નેતા દિનેશ વિરુદ્ધ એફઆઇઆર
રતલામ, તા. 21 : રતલામ જિલ્લાના સૈથી વૃદ્ધ સરપંચ પિસ્તાબાઈ ચત્તરના મોટા પુત્ર ભંવરલાલ જૈનની ભાજપના એક નેતાએ મુસ્લિમ હોવાની શંકાને લઈને ઢોરમાર મારીને હત્યા નીપજાવી નાખતાં સનસનાટી મચી ગઈ છે. મૃતક શખ્સ પણ એક ભાજપ નેતાનો ભાઈ હતો.
વૃદ્ધને મારનારો ભાજપ નેતા દીનેશ કુશવાહા હોવાનું ખુલ્યું છે. આ ઘટનાનો વીડિયો વાયરલ બન્યો છે જેમાં તે ભંવરલાલને આધાર કાર્ડ બતાવવાનું કહીને બહુ માર મારતો જોવા મળે છે.દિનેશે નામ અને ઓળખ પૂછી તો માનસિક વિશ્રિપ્ત ભંવરલાલ મોહમ્મદ નામ નીકળ્યું હતું. જે સાંભળીને દિનેશે આધાર કાર્ડ બતાવવાનું કહીને સખત માર માર્યો હતો. પોલીસે મનાસા (રતલામ) ભાજપના યુવા મોરચા અને નગર એકમના પદાધિકારી રહી ચૂકેલા દિનેશ સામે એફઆઈઆર દાખલ કરી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer