જમ્મુ-કાશ્મીરમાં ઘૂસવાની ફિરાકમાં 200 આતંકવાદી

જમ્મુ-કાશ્મીરમાં ઘૂસવાની ફિરાકમાં 200 આતંકવાદી
સરહદ પારની 35 આતંકવાદી છાવણી પર ચાંપતી નજર રાખવા સેના કમાન્ડરની ચેતવણી
જમ્મુ, તા.7: સીમાપારથી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા માટે 200થી વધુ આતંકવાદીઓ ટાંપીને બેઠા હોવાની ચેતવણી નોર્ધર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી દ્વારા ઉચ્ચારવામાં આવી છે. 
તેમના કહેવા અનુસાર આશરે 35 જેટલી આતંકવાદી છાવણી અલગ-અલગ સૈન્ય ઢાંચાઓની નજીકમાં જ આવેલી છે. આ આતંકી છાવણીઓનાં સંચાલનમાં પાકિસ્તાની સેનાનો હાથ છે. અંકુશરેખા અને પાકિસ્તાની સીમાની સ્થિતિનો ચિતાર આપતા સેના કમાન્ડર તરફથી આ ચેતવણી આપવામાં આવી હતી.
તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનનો ભરોસો થઈ ન શકે. ભારત વિરુદ્ધ એ પોતાની આતંકવાદની ફેક્ટરી બંધ કરવાનું નથી. જેને પગલે સેના દુશ્મનની એકેક હરકત ઉપર નજર રાખી રહી છે. જેમાં જાણવા મળે છે કે, 200 જેટલા આતંકી ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer