મુંબઈમાં 8732 ટેસ્ટમાં મળેલા 172 સંક્રમિતોમાંથી બે અૉક્સિજન પર

મુંબઈમાં 8732 ટેસ્ટમાં મળેલા 172 સંક્રમિતોમાંથી બે અૉક્સિજન પર
મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે 200થી વધુ સંક્રમિતો 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 7 : શનિવારે મુંબઈમાંથી કોરોનાના 172 નવા કેસ મળ્યા હતા. મુંબઈમાં અત્યારે 784 કોરોનાગ્રસ્તો સારવાર હેઠળ છે. શનિવારે જે નવા દરદી મળ્યા હતા એમાંથી માત્ર પાંચ દરદીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. 
શુક્રવારે મુંબઈમાંથી 117, ગુરુવારે 130, બુધવારે 117 અને મંગળવારે 100 નવા દરદી મળ્યા હતા.  છેલ્લાં 24 કલાકમાં એકેય કોરોનાગ્રસ્તનું મૃત્યુ ન થતા મરણાંક 19,563 પર સ્થિર રહ્યો હતો.  શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 94 દરદીઓને રજા આપવામાં આવી હતી.  
સાપ્તાહિક ગ્રોથ રેટ 0.009 ટકા છે. શહેરનો ડબલિંગ રેટ 7316 દિવસનો છે. 
મુંબઈમાં અત્યારે એકેય બિલ્ડિંગ કે ચાલ-ઝૂંપડપટ્ટી સીલ નથી. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 8732 ટેસ્ટ કરવામાં આવી હતી. 
પાલિકાએ કહ્યું હતું કે એના 25,259 ખાટલામાંથી અત્યારે માત્ર 19 ખાટલા જ કોરોનાગ્રસ્ત દરદીથી ભરેલા છે. શનિવારે જે નવા દરદી મળ્યા હતા એમાંથી બે દરદીને ઓક્સિજન પર રાખવાની ફરજ પડી હતી. અત્યારે કુલ બે દરદી ઓક્સિજન પર છે. શનિવારે મળેલા દરદીમાંથી 167 (97 ટકા)માં કોરોનાના કોઈ લક્ષણો નહોતા. 
મહારાષ્ટ્રમાંથી કોરોનાના 253 નવા કેસ મળ્યા 
મહારાષ્ટ્રમાંથી શનિવારે કોરોનાના 253 નવા કેસ મળી આવ્યા હતા. રાજ્યમાં અત્યારે 1277 દરદી સારવાર હેઠળ છે.  
શુક્રવારે રાજ્યમાંથી 205, ગુરુવારે 233, બુધવારે 188 અને મંગળવારે 182 નવા કેસ મળ્યા હતા.
છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં એક કોરોનાગ્રસ્તનું મૃત્યુ થતાં રાજ્યનો મૃત્યુનો આંક વધીને 1,47,846 થઈ ગયો હતો. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 136 કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 
થાણે શહેરમાંથી 13 કેસ મળ્યા 
શનિવારે થાણે જિલ્લામાંથી કોરોનાનો એક દરદી મળ્યો હતો જ્યારે થાણે શહેરમાંથી 13 નવા દરદી મળ્યા હતા.  
નવી મુંબઈમાંથી ત્રણ, કલ્યાણ-ડોમ્બિવલી પાલિકામાંથી ચાર, ઉલ્હાસનગરમાંથી શૂન્ય, ભિવંડી-નિઝામપુરમાંથી શૂન્ય, મીરા-ભાયંદર પાલિકાની હદમાંથી એક, પાલઘર જિલ્લામાંથી એક, વસઈ-વિરાર પાલિકાની હદમાંથી શૂન્ય, રાયગઢ જિલ્લામાંથી એક અને પનવેલ શહેરમાંથી બે કેસ મળ્યા હતા. 
મુંબઈ શહેર સહિત ઉક્ત તમામ વિસ્તારો મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં આવે છે અને એમએમઆરમાંથી શનિવારે કુલ 198 નવા કેસ મળ્યા હતા. આ વિસ્તારમાંથી શુક્રવારે 154 કેસ મળેલા. પુણે શહેરમાંથી 22 અને પિંપરી-ચિંચવડમાંથી 10 નવા કેસ મળ્યા હતા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer