ભાજપ નથી ઈચ્છતો કૉંગ્રેસ અલોપ થાય

પણજી, તા.7 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનો પ્રમુખ રાજકીય નારો ભલે કોંગ્રેસમુક્ત ભારતનો છે પણ કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી કહે છે કે, ભાજપ નથી ઈચ્છતો કે કોંગ્રેસ પૂરી રીતે ખતમ થઈ જાય.
પુરીએ કહ્યું હતું કે, દેશને વિપક્ષની જરૂર છે. ભાજપ નથી ઈચ્છતો કે કોંગ્રેસ પૂરેપૂરો ગાયબ થઈ જાય. ગોવા ફેસ્ટ 2022માં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ એવું પણ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીની સરકાર પૂર્ણપણે દક્ષિણપંથી કે જમણેરી નથી. દેશની વિપક્ષની જરૂર છે. જો આપણી પાસે વિપક્ષ હોય તો એ વિપક્ષે નક્કી કરવાનું છે કે, તેનું નેતૃત્વ રાહુલ ગાંધી, મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ કે શરદ પવારમાંથી કોણ કરશે?

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer