નવી દિલ્હી, તા. 7 : અગાઉ જ મોંઘવારીની મારથી બેવડ વળી ગયેલી ભારતની જનતા પર હવે ઘરેલુ રાંધણ ગેસના સિલીન્ડરમાં ફરી એક વાર રૂ.50ના તોતીંગ વધારો કરાયો છે.
આ સાથે 14.2 કિલોગ્રામના બાટલાની કિંમત હવે દિલ્હીમાં 999.50 રૂપિયા થઈ ગઈ છે અને દેશભરમાં હવે તે 1000 રૂપિયાથી પણ મોંઘો બન્યો છે.
આંતરરાષ્ટ્રીય ક્રુડ તેલની કિંમતોમાં વધારાના કારણે સરકાર અને તેલ કંપનીઓ દ્વારા ગ્રાહકો પર બોજ નાખવાનો સિલસિલો અવિરત છે.
22મી માર્ચે એલપીજીની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો તો થોડા દિવસ પહેલા જ કોમર્સિયલ ગેસના ભાવમાં પણ 104 રૂપિયાનો મોટો વધારો ફટકારવામાં આવ્યો હતો.
19 કિલોગ્રામના સિલીન્ડરની કિંમત વધીને રૂ.235.50 થઈ ગઈ હતી જ્યારે પાંચ કિલોના એલપીજી બાટલાની કિંમત રૂ.655 થઈ હતી.