પ્યોંગ્યાન, તા. 7 : કિમ જોંગ-ઉને નોર્થ કોરિયામાં ટાઈટ પેન્ટ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. નોર્થ કોરિયામાં મોટી સંખ્યામાં યુવાનો ટાઈટ પેન્ટ પહેરતાં જોવા મળતાં તાનાશાહ કિમ જોંગ-ઉને લોકોને વિદેશી પૉપ કલ્ચરથી દૂર રાખવા આ ફરમાન બહાર પાડયું છે. સરકારી અધિકારીઓ ફેશન અંગેના ફરમાન નહીં માનનારી મહિલાઓનો વીડિયો લેતા હોવાનો અહેવાલ પણ એક અખબારમાં પ્રકાશિત થયો છે. એક વીડિયોમાં ટાઈટ લેગિંગ્સ અને વાળને કલર કરનારી યુવાન મહિલાઓને કથિત રીતે અટકાયતમાં લેવામાં આવી હોવાનું પણ જોવા મળે છે.