ભુવનેશ્વર,તા.7: દક્ષિણ અંદામાન સાગર સર્જાયેલું હળવું દબાણ ચક્રવાતી તોફાનમાં તબદિલ થવા સાથે આગામી સપ્તાહની શરૂઆત સુધીમાં આંધ્રપ્રદેશ-ઓરિસ્સાનાં સમુદ્ર તટે ત્રાટકે તેવી સંભાવના છે. હવામાન વિભાગનાં કહેવા અનુસાર દક્ષિણ અંદામાન સમુદ્ર અને તેની સમિપે આવેલી દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં આગળ વધવા અને નિમ્ન દબાણમાં બદલાવાની સંભાવના છે. રવિવાર સાંજ સુધીમાં આ લો પ્રેશર ચક્રવાતમાં પલટાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આનાં હિસાબે પશ્ચિમ બંગાળનાં અમુક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.