મુંબઈ, તા. 7 (પીટીઆઇ) : અઝાન વખતે લાઉડ સ્પીકરનો ઉપયોગ નહીં કરવામાં આવે એવું પુણેની તમામ મસ્જિદોના મૌલવીઓ લેખિતમાં આશ્વાસન નહીં આપે તથા પોલીસ આ બાબતે દખલગીરી નહીં કરે તો મનસેના કાર્યકરો શહેરની પોલીસ ચોકીઓની સામે હનુમાન ચાલીસાના પાઠ કરશે, એમ સ્થાનિક નેતાએ જણાવ્યું હતું.
શહેરની મસ્જિદો પરથી થતી અઝાન માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ નહીં કરવામાં આવે એવી લેખિતમાં ખાતરી આપવાની માગણી સાથે મનસેના પુણે એકમે પોલીસને પત્ર લખ્યો છે, એમ સ્થાનિક નેતા હેમંત શંભુસે શુક્રવારે જણાવ્યું હતું.
`અમને અઝાનનો કોઇ વાંધો નથી, પરંતુ તેની માટે લાઉડ સ્પીકરના થતા ઉપયોગનો અમારો વિરોધ છે. લાઉડ સ્પીકરને કારણે સમસ્યા ઊભી થાય છે અને તેના ઉપયોગના વિરોધમાં અમારું આંદોલન ચાલુ જ રહેશે. અમારી ઇચ્છા છે કે પોલીસ આ બાબતે દખલગીરી કરે અને મૌલવી પાસેથી લેખિતમાં ખાતરી મેળવે.