કોહલીએ ટેસ્ટ ટીમનું સુકાનીપદ છોડયું
નવી દિલ્હી, તા.15 : અણધાર્યા ઘટનાક્રમમાં ક્રિકેટપ્રેમીઓને આંચકો આપતાં વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પણ ટીમ ઈન્ડિયાનું સુકાન છોડી દીધુ છે. સોશિયલ મીડિયામાં એક ટૂંકો-ભાવુક સંદેશો પોસ્ટ કરી તેણે પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. અગાઉ સિલેકશન કમિટિ દ્વારા તેને વન ડે ના કેપ્ટન પદેથી હટાવાયો હતો. આમ હવે ત્રણેય ફોર્મેટમાંથી તે કેપ્ટન પદેથી હટી ચૂકયો છે.
દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં પરાજયથી ટીમ ઈન્ડિયા હજુ ઉભરી નથી ત્યાં શનિવારે ભારતીય ક્રિકેટને હચમચાવતાં નિર્ણયમાં કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. અગાઉ તે વન ડે અને ટી-ર0માં પણ સુકાન છોડી ચૂકયો છે. આમ હવે ક્રિકેટની તમામ ફોર્મેટથી કોહલીએ નેતૃત્વ છોડી દીધુ છે. શનિવારે સાંજે કોહલીના એક ટ્વિટે તેના પ્રશંસકોને ભારે આંચકો આપ્યો હતો. તેણે લખ્યું કે છેલ્લા 7 વર્ષથી સતત આકરી મહેનત અને દરરોજ ટીમને યોગ્ય દિશા આપવાનો પ્રયાસ રહ્યો.મેં મારુ કામ પૂરી ઈમાનદારીથી કર્યું છે અને કોઈ કસર બાકી રાખી નથી. પરંતુ દરેક સફરનો એક અંત હોય છે, મારા માટે ટેસ્ટની કેપ્ટનશીપ છોડવાનો આ યોગ્ય સમય છે. આ સફર દરમિયાન આવેલા ચઢાવ-ઉતારને ટાંકી તેણે કહ્યું કે પ્રયાસ કરવામાં કોઈએ કોઈ કસર છોડી નથી.
દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં પરાજય
