મુંબઈ, તા. 15 : ખાનગી ક્ષેત્રની અગ્રણી એચડીએફસી બૅન્કે ડિસેમ્બરમાં પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડએલોન ચોખ્ખો નફો 18 ટકા વધ્યો છે. નફો રૂા. 10,342 કરોડનો થયો છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂા. 8,758.29 કરોડ હતો.
સૂચિત ત્રિમાસિકમાં બૅન્કની વ્યાજની ચોખ્ખી આવક રૂા. 16,317.61 કરોડથી વધીને રૂા. 18,444 કરોડ થઈ છે. સપ્ટેમ્બર 2021 ત્રિમાસિકમાં બૅન્કનો નફો રૂા. 8,834.31 કરોડ અને વ્યાજની ચોખ્ખી આવક રૂા. 17,684.39 કરોડ થઈ છે.
બૅન્કની એડવાન્સિસ વાર્ષિક ધોરણે 16.4 ટકા વધીને રૂા. 12.6 લાખ કરોડ થઈ છે. રિટેલ લોનની વૃદ્ધિ વાર્ષિક ધોરણે 13.5 ટકા અને કોર્પોરેટ લોનની વૃદ્ધિ વાર્ષિક ધોરણે 7.5 ટકા થઈ છે. ડિપોઝીટ્સ 13.8 ટકા વધીને રૂા. 14.46 લાખ કરોડ થઈ છે.
એચડીએફસીનો ડિસેમ્બર ત્રિમાસિક નફો 18 ટકા વધીને રૂા. 10,342 કરોડ
