કોરોનાને કાબૂમાં લેવાની માર્ગદર્શિકા કે નિયંત્રણોમાં કોઈ ફેરફાર નહીં : અજિત પવાર

કોરોનાને કાબૂમાં લેવાની માર્ગદર્શિકા કે નિયંત્રણોમાં કોઈ ફેરફાર નહીં : અજિત પવાર
`દસમા અને બારમાની અૉફલાઈન પરીક્ષા થવી જોઈએ'
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાંય દિવસથી કોરોનાના કેસો વધી રહ્યા છ. તેના પગલે કોરાનાના ઉપદ્રવને કાબૂમાં લેવા માટેની માર્ગદર્શિકા અથવા નિયંત્રણોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું છે. અજિત પવારે જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાં કૉવિડ-19ની એન્ટિજન સેલ્ફ ટેસ્ટની કિટ ખરીદનારાનો રેકોર્ડ રાખવાની સૂચના મૅડિકલ સ્ટોરને આપવામાં આવી છે.
દસમા અને બારમા ધોરણની પરીક્ષા અંગે અજિત પવારે જણાવ્યું છે કે, દસમા અને બારમા ધોરણની પરીક્ષા યોજાવી જોઈએ. તે અૉનલાઈન લેવાથી નહીં ચાલે. તે અૉફલાઈન યોજાવી જોઈએ એવો મારો અભિપ્રાય છે. ગત્ વર્ષે દસમા અને બારમા ધોરણની પરીક્ષાનું કેવું પરિણામ આવ્યું હતું તે બધાએ જોયું છે. તેથી ગત્ વર્ષનું પુનરાવર્તન ટાળવું હોય તો પરીક્ષા અૉફલાઈન લેવાલી જોઈએ એવો મારો અભિપ્રાય છે. બીજી તરફ જેઓ કોરોનાનો ફેલાવો રોકવા માટે જે નિયમો ઘડવામાં આવ્યા છે તેનું પાલન નાગરિકોએ કરવું જોઈએ. અન્યથા આકરી કાર્યવાહી કરવામં આવશે, એમ એજિત પવારે ઉમેર્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer